(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૯-૧૧-૨૦૨૨,
માર્તંડ ભૈરવ ઉત્થાપન, અન્નપૂર્ણા વ્રતારંભ
) ભારતીય દિનાંક ૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ સુદ-૬ ) જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬
) પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૪થો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૫મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
) નક્ષત્ર શ્રવણ સવારે ક. ૦૮-૩૭ સુધી, પછી ઘનિષ્ઠા.
) ચંદ્ર મકરમાં રાત્રે ક. ૧૯-૫૦ સુધી, પછી કુંભમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૪ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: બપોરે ક. ૧૫-૫૧, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૦ (તા. ૩૦)
) ઓટ: સવારે ક. ૧૦-૦૯, રાત્રે ક. ૨૧-૪૪
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ષષ્ઠી. ચંપાષષ્ઠી, માર્તંડ ભૈરવ ઉત્થાપન, અન્નપૂર્ણા વ્રતારંભ, મિત્ર સપ્તમી, બુધનો પશ્ર્ચિમોદય, પંચક પ્રારંભ ક. ૧૯-૫૦.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: લગ્ન, વાસ્તુકળશ, દેવ પ્રતિષ્ઠા. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, આંકડાના વૃક્ષનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, દુકાન-વેપાર, વિદ્યારંભ, માલ લેવો, પ્રયાણ શુભ, હજામત, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચામાં રોપા વાવવા, ધજા, કળશ પતાકા ચઢાવવી, સીમંત સંસ્કાર, ખેતીવાડીના કામકાજ. બુધના અભ્યાસ મુજબ વેપારીઓને સરકારી કાયદાના કામકાજમાં રાહત નિર્માણ થાય. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો વચ્ચેની વાટાઘાટોમાં નિર્ણયો આવે.
) આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, જ્ઞાનતંતુ ઉપર બોજો આવે, ચંદ્ર-મંગળ ત્રિકોણ વારસાથી લાભ થાય. ચંદ્ર-શનિ યુતિ નાણાંનાં જોખમો ટાળવા જરૂરી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-શનિ યુતિ, બુધનો પશ્ર્ચિમમાં ઉદય થાય છે.
) ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા