(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), શનિવાર, તા. ૫-૧૧-૨૦૨૨ ચાતુર્માસ સમાપ્તિ, તુલસી વિવાહ પ્રારંભ, શનિ પ્રદોષ
) ભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૧૨
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૧૨
) પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૧૦મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૧મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૩-૫૫ સુધી, પછી રેવતી.
) ચંદ્ર મીનમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮ સ્ટા. ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૮ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૦૯-૩૮, રાત્રે ક. ૨૨-૨૫
ઓટ: સાંજે ક. ૧૬-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૫ (તા. ૬)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દ્વાદશી. ચાતુર્માસ સમાપ્તિ, તુલસી વિવાહ પ્રારંભ, શનિ પ્રદોષ, પંચક, મન્વાદિ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સા).
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહુર્ત વિશેષ:શનિ પ્રદોષ વ્રત ઉપવાસ,શિવ-પાર્વતી પૂજા, ભજન, કીર્તન, રાત્રિ જાગરણ, શનિ ગ્રહદેવતાનું પૂજન, ધૃવદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પોષ્ટિક પૂજા, લીમડો વાવવો, ગ્રહદેવતાનાં મંદિરોમાં પાટ અભિષેક પૂજા,બગીચો બનાવવો, રોપા વાવવાં, ધજા કળશ પતાકા ચઢાવવી, પર્વ નિમિત્તે નવાં વસ્ત્રો આભૂષણ, તર્પણ શ્રાદ્ધ, બી વાવવું ખેતીવાડી.
) આચમન: સૂર્ય-રાહુ પ્રતિયુતિ, વડીલો સાથે વિવાદ ટાળવો જરૂરી, શુક્ર-હર્ષલ પ્રતિયુતિ ઈર્ષ્યાળુ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: સૂર્યરાહુ પ્રતિયુતિ, શુક્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૬)
) ગ્રહગોચર: સૂર્ય-તુલા, વક્રી મંગળ-મિથુન, માર્ગી બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા