Homeદેશ વિદેશઆઘાતજનક! નિ:શુલ્ક ઓપરેશનના નામે વૃદ્ધોની આંખ કાઢી લીધી

આઘાતજનક! નિ:શુલ્ક ઓપરેશનના નામે વૃદ્ધોની આંખ કાઢી લીધી

[ad_1]

ઝારખંડમાં ડોક્ટરોની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધોની દૃષ્ટિ સુધારવાના નામે ડોક્ટરે વૃદ્ધની અસલી આંખ કાઢીને કાચની આંખ લગાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જમશેદપુરની KCC આંખની હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરાવનારા આઠથી વધુ દર્દીઓએ ઓપરેશનના થોડા દિવસો બાદ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે.
તમામ આઠ દર્દીઓએ સંબંધિત હોસ્પિટલમાં મોતિયાની સારવાર લીધી હતી, પરંતુ સર્જરી પછી તેઓ સંપૂર્ણ રીતે તેમની દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા. તમામ આઠ દર્દીઓની 18 નવેમ્બરના રોજ સર્જરી કરવામાં આવી હતી. દર્દીઓને શસ્ત્રક્રિયાના 24 કલાક પછી રજા આપવામાં આવી હતી અને તેમના સંબંધિત ગામોમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી ઘણાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમની આંખોમાં દુખાવો થવા લાગ્યો હતો. ગંગાધર સિંહ જ્યારે આંખ ઘસતા હતા ત્યારે તેમના હાથમાં કાચની આંખ બહાર આવી ત્યારે ગભરાઈ ગયા હતા.
આ બાબતે રાજ્યના તબીબી અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું છે. પૂર્વ સિંઘભૂમના સિવિલ સર્જન શાહીર પાલ પણ મામલાની તપાસ કરવા ઘાટશિલા સબ-ડિવિઝનલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઝીણવટભરી તપાસ બાદ આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે હોસ્પિટલને સીલ કરવામાં આવશે અને જવાબદાર જણાયા ડૉક્ટરનું લાઇસન્સ પણ રદ કરવામાં આવશે.

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -