(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધીમાં ૧૦૭ અમર અંગદાતાઓના અંગદાનથી ૩૨૨ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાનમાં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે.
સિવિલ હોસ્પિટલના ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, તા. ૭ મેના રોજ ૧૦૭માં અંગદાન થયું હતું. રાજકોટના ૨૫ વર્ષના મનોજભાઈને અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી્. તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરાયા હતા. તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. આ દરમિયાન તબીબોને મનોજભાઇના બ્રેઇન્ડેડ થયાની જાણ થતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. પરિવારજનોએ પણ આ સત્કાર્ય કરવા માટે સંમતિ દર્શાવી હતી અને મનોજભાઈના અંગદાન થકી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ઉ